Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Two more deaths due to duplicate liquor in Bhavnagar, total death toll reaches four

VIDEO: ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂથી વધુ બેના મોત, કુલ મૃત્યુઆંક ચાર પર પહોંચ્યો

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂના સેવનથી વધુ 2 વ્યક્તિનું મોત થતાં ખળભળાટ મચ્યો છે. અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા જિલ્લા કલેક્ટર સિવિલ હોસ્પિટલ તેમજ અલગ-અલગ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. કલેક્ટરના જણાવ્યા મુજબ કુલ 18 દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે, દાખલ તમામ દર્દીઓની હાલત હાલ નોર્મલ હોવાનું જણાવાયું છે. ડુપ્લિકેટ દારૂના સેવન બાદ તબિયત લથડવાની ઘટનાઓને પગલે તંત્ર સતર્ક બન્યું છે. કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે રવિવાર અને સોમવાર દરમિયાન ડુપ્લિકેટ દારૂનું સેવન કર્યું હોય તેવા તમામ લોકો સાવચેતીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કરાવે અને કોઈપણ તકલીફ જણાય તો તાત્કાલિક સારવાર લે.

App Store