VIDEO: રાજકોટ: રૂ175ના રિફંડમાં વૃદ્ધાએ રૂ1.91 લાખ ગુમાવ્યા
સોર્સ : gstv
રાજકોટમાં બગડેલા દૂધના માત્ર રૂ.175નું રિફંડ મેળવવા જતાં 63 વર્ષીય વૃદ્ધા સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. ગૂગલ પરથી મળેલા બોગસ ઝેપ્ટો કસ્ટમર કેર નંબર પર ફોન કરતાં ઠગોએ રિફંડના બહાને વિવિધ ટ્રાન્ઝેક્શન કરાવી રૂ.1.91 લાખથી વધુ રકમ પડાવી લીધી હતી. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જ્યારે પોલીસે ગૂગલ પરથી મળતા અજાણ્યા કસ્ટમર કેર નંબરોથી સાવચેત રહેવા અપીલ કરી છે.

