VIDEO: રાજકોટ: ઉપલેટામાં જૂથ અથડામણમાં ત્રણ લોકોને પહોંચી ઈજા, બંને પક્ષે નોંધાઈ સામસામે પોલીસ ફરિયાદ!
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ધોળા દિવસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી મારામારીની એક સનસનીખેજ ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત એવા નાગનાથ ચોક પાસે કોઈ કારણોસર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સશસ્ત્ર મારામારી થઈ હતી. આ લોહિયાળ અથડામણના લાઈવ વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.આ હિંસક ઘટનામાં બંને પક્ષના થઈને કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ઉપલેટા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે અને બંને જૂથોની સામસામે ફરિયાદ નોંધીને વીડિયોના આધારે કાયદેસરની તપાસ તેજ કરી છે.

