Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: All passengers safe in emergency landing

VIDEO: રાજકોટ: ઇમરજન્સી લેન્ડિંગમાં તમામ મુસાફરો સુરક્ષિત

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દુબઈથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટના ઇમરજન્સી લેન્ડિંગ અંગે જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે વિગતો આપી છે. તેમણે જણાવ્યું કે એરપોર્ટ અધિકારીઓની જાણ થતાં જ વહીવટી તંત્ર, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. કાર્ગો વિભાગમાં ધૂમાડો જોતાં પાયલોટે મે-ડે કોલ આપ્યો હતો, જેના આધારે એર ટ્રાફિક કંટ્રોલે ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી હતી. જિલ્લા વહીવટી તંત્રે ૭૦ એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર સાથે વાત કરીને સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. સદનસીબે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

App Store