Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Surat girl raped in a moving bus

Rajkot news: ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટના, આરોપીએ પીછો કર્યો પછી ઘટનાને આપ્યો અંજામ

Timeછેલ્લું અપડેટ : 18 Apr 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: ચાલતી બસમાં સુરતની તરુણી પર દુષ્કર્મની ઘટના, આરોપીએ પીછો કર્યો પછી ઘટનાને આપ્યો અંજામ

 મહિલા અને બાળકીઓ માટે કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રાજકોટમાં સુરતની તરૂણી સાથે બસમાં દુષ્કર્મ આચર્યુ હોવાની માહિતી સામે આવી છે. પોલીસે હાલ આ મામલે તરૂણીનું નિવેદન નોંધી અલગ-અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. 

App Store

તરૂણી ઘરે સુરત જઈ રહી હતી ત્યારે શખ્સે આચર્યું દુષ્કર્મ

સુરતની તરૂણી રાજકોટમાં હોસ્ટેલમાં ભણતી હતી અને પોતાના ઘરે સુરત જઈ રહી હતી. સ્લીપર કોચવાળી બસમાં તરૂણી સુરત જઈ રહી હતી. ત્યારે મૂળ ગીર-સોમનાથના આરોપી વિજય બારડે તરૂણીનો પીછો કર્યો અને તેની પાછળ-પાછળ બસમાં ચઢી ગયો. બાદમાં આરોપીએ બસમાં જ તરૂણી પર દુષ્કર્મ આચર્યું હતું. મળતી માહિતી મુજબ, આરોપી વિજય બારડ તરૂણીની હોસ્ટેલમાં જ કામ કરતો હતો અને બંને એકબીજાના સંપર્કમાં પણ હતાં. 

પોલીસે હાથ ધરી તપાસ

તરૂણી જ્યારે સુરત પહોંચી તો તેણે પોલીસ સ્ટેશને જઈ સમગ્ર બાબતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તરૂણીનું નિવેદન નોંધ્યું છે અને શારીરિક રિપોર્ટ માટે હોસ્પિટલ મોકલી આ મામલે વધુ તપાસ હાથ છે. નોંધનીય છે કે, આરોપી હજુ સુધી પોલીસની પકડમાં આવ્યો નથી. પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

ટોપિક્સ:rajkotbusgujaratgstv