Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News: "Our son was sent on a trip, he died", parents spoke to GSTV with tearful eyes

Rajkot News: "અમારા દીકરાને તો પ્રવાસમાં મોકલ્યો હતો, તેને મોત મળ્યું", માતા-પિતાએ GSTV સાથે કરી અશ્રુભીની આંખોએ વાતચીત

Timeછેલ્લું અપડેટ : 20 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટની નવયુગ શાળાના વિદ્યાર્થીનું પ્રવાસ દરમિયાન મોત થયું હતુ. આ મામલે ગુજરાતમાં ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે મૃતક વિદ્યાર્થી હાર્દિક બારૈયાના માતા-પિતાએ GSTV સાથે અશ્રુભીની આંખોએ વાતચીત કરી હતી.

App Store

તેમણે કહ્યું કે, અમારે ન્યાય જોઈએ છે, અમારા દીકરાને તો પ્રવાસમાં મોકલ્યો હતો અને તેને મોત મળ્યું. તેમણે શાળાનું લાયસન્સ રદ્દ કરી શાળા સંચાલકો, શિક્ષકો પર સખ્ત કાર્યવાહી કરવાની માગ કરી છે. 

વિદ્યાર્થીના મોત મુદ્દે આગામી સમયમાં પોલીસ કમિશનરને રજૂઆત કરી ન્યાયની માંગ કરાશે. તેમજ કોળી સમાજ ઉપવાસ આંદોલન પણ કરશે. હાલ મૃતકના પરિવારજનો શોકમાં છે અને ન્યાયની આશા સેવી રહ્યા છે. એક માતા-પિતાએ પોતાનો વ્હાલસોયો દિકરો ગુમાવ્યો છે, ત્યારે તંત્ર શું કાર્યવાહી કરશે, તેના પર સૌની નજર છે. 

ઉલ્લેખનીય છે કે, નવયુગ સ્કૂલ ભાજપ આગેવાન જયદીપ જલુની માલિકીની છે. તેથી આ કેસમાં હજી સુધી મોટી કાર્યવાહી કરવામાં આવી નથી. આવામાં તંત્રની કાર્યવાહી સામે શંકા ઊભી થઈ રહી છે.