Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News: Officer puts up poster saying, "I am your friend because I am an Indian citizen"

Rajkot News: અધિકારીએ પોસ્ટર લગાડી કહ્યું, "હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું"

Timeછેલ્લું અપડેટ : 18 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot News: અધિકારીએ પોસ્ટર લગાડી કહ્યું, "હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું"
સોર્સ : GSTV

રાજકોટ મહાનગરપાલિકા આવાસ વિભાગના અધિકારી પોસ્ટર લગાડી ચર્ચામાં આવ્યા છે. અધિકારીએ પોતાની ચેમ્બરમાં નવાઈ પમાડે તેવા પોસ્ટરો લગાવ્યા હોવાથી લોકોને નવાઈ લાગી છે. મળતી માહિતી મુજબ આ આવાસ વિભાગના મેનેજર સૂર્યપ્રતાપસિંહે ગુણવંત શાહના પોસ્ટર લગાવ્યા હતા.

App Store

આ પોસ્ટર પર ગુણવંત શાહના શબ્દો લખવામાં આવ્યા છે. આ શબ્દો દ્વારા અધિકારીઓ અને નાગરિકો વચ્ચે થતા ભ્રષ્ટાચારને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પોસ્ટપ પર લખેલા શબ્દો

"મને મારા કામ બદલ તગડો પગાર મળે છે, રૂશવતની ઓફર કરીને મારું અપમાન કરશો નહીં. તમારું વાજબી કામ કરી આપું તેમાં તમારા પર કોઈ ઉપકાર કરતો નથી. તમારું ગેર વ્યાજબી કામ હું પૈસા લઈને ન કરી આપું, તેની ખાતરી રાખશો. હું તમારો મિત્ર છું કારણ કે હું ભારતીય નાગરિક છું."

નાગરિકોને થઈ નવાઈ

આ પોસ્ટર જોઈને રાજકોટના નાગરિકો પણ નવાઇ પામી રહ્યા છે. સામાન્ય રીતે સરકારી ઓફિસોમાં ભ્રષ્ટાચાર થતો હોય તેવા અનેક કિસ્સા આપણી સમક્ષ આવતા રહે છે, જેમાં નાગરિકો પણ પરેશાન થતા હોય છે. ત્યારે આવા પોસ્ટરને લઈ નાગરિકોમાં તેની ચર્ચા થઈ રહી છે.