VIDEO: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની માત્ર 19 જગ્યા માટે હજારો શિક્ષિત બેરોજગારોની લાંબી કતાર
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં નોકરીની આશાએ ફરીવાર શહેરમાં લાંબી લાઈન જોવા મળી હતી 108 એમ્બ્યુલન્સની ભરતી માટે સેંકડો ઉમેદવારો ઠંડીમાં રાતથી લાઈનમાં ઊભા રહ્યા હતા. તો મહાનગરપાલિકાની માત્ર 19 જગ્યાઓ માટે 1 હજારથી વધુ યુવાનોએ રજિસ્ટ્રેશન કરાવી લાંબી કતાર લગાવી હતી.
નોકરી શોધતા યુવાનો કચેરીઓ આગળ લાઈનમાં ઉભા રહે છે
ખેડૂતો ખાતર-બિયારણ માટે, વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે અને નોકરી શોધતા યુવાનો કચેરીઓ આગળ લાઈનમાં ઉભા રહે છે.શિક્ષણ પૂરું કર્યા પછી પણ રોજગારની રાહ જોતા હજારો યુવાનોની આ લાઈન બેરોજગારીની ગંભીરતા જોવા મળી છે.

