Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News: Evidence will now be examined in the matter of issuing notices to 1350 house owners

Rajkot News: 1350 મકાન ધારકોને નોટિસો આપવા મામલે હવે પુરાવાઓની તપાસ થશે

Timeછેલ્લું અપડેટ : 29 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં 1350 મકાન ધારકોને નોટિસો આપવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ મુદ્દે આજે 29 ડિસેમ્બરના રોજ જંગલેશ્વર વિસ્તારના લોકો અલગ-અલગ પુરાવાઓ લઈને જૂની કલેકટર કચેરીએ પહોંચ્ય હતા. મળતી માહિતી અનુસાર લોકો લાઈટ બિલ, વેરાબીલ અથવા સૂચિત સોસાયટી દસ્તાવેજો જમા કરવવા માટે અહીં પહોંચ્યા હતા.

App Store

લાઈટ બિલ, વેરાબીલ અથવા સૂચિત સોસાયટી દસ્તાવેજો સિવાયના રહેણાંકના કોઈ દસ્તાવેજો હોય તો પણ લોકો તેને જમા કરાવી શકે છે. નોંધનીય છે કે, જૂની કલેકટર કચેરી ખાતે મામલતદાર દ્વારા સ્થાનિક રહીશોના દસ્તાવેજ સહિતના પુરાવાઓની તપાસ કરવામાં આવશે.

જંગલેશ્વર વિસ્તારના લોકોની માગ જો નહીં સ્વીકારવામાં આવે, તો તેઓ વડાપ્રધાન મોદીને પણ મળવાની તૈયારી બતાવી રહ્યા છે. તેઓ પોતાના ઘરને મળેલી નોટિસનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક જંત્રીના ભાવે દસ્તાવેજ કરી આપે તેવી માગ સરકાર સામે કરી રહ્યા છે.