Rajkot news: ગાંધીગ્રામની પ્રખ્યાત સમપર્ણ હોસ્પિટલમાં બોગસ મેડિકલ કૌભાંડ, મુખ્ય સૂત્રધાર હોસ્પિટલનો કર્મચારી

ગુજરાતમાંથી વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત સમર્પણ હોસ્પિટલમાં 40 લાખ રૂપિયાના બોગસ મેડિકલ ક્લેમનું કૌભાંડ બહાર આવ્યું છે. કૌભાંડમાં દર્દીની સાથે સાથે હોસ્પિટલના કર્મચારીની સંડોવણી બહાર આવી છે. કર્મચારી અંકિત કાથરાણી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.
મેડિક્લેમનું કૌભાંડ સામે આવ્યું
જેમાં ડો. મેહુલ સોલંકી અને ડો. મનોજ સિડા પણ સામેલ હતા.કૌભાંડનો ખુલાસો ત્યારે થયો જ્યારે બે અલગ-અલગ રિપોર્ટમાં વિરોધાભાસ જોવા મળ્યો. ડો. મેહુલ સોલંકીએ દર્દીને ડાબી બાજુ પેરેલિસિસની અસર હોવાનો રિપોર્ટ આપ્યો, જ્યારે ડો. મનોજ સિડાએ જમણી બાજુ પેરેલિસિસ હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
બનાવટી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો
આ ઉપરાંત, સહયોગ ઈમેજિન દ્વારા બનાવટી MRI રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેનાથી આ કૌભાંડની પોલ ખુલી. આ ઘટનાને પગલે અમદાવાદના ડો. રશ્મિકાંત પટેલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અંકિત કાથરાણી, મયુર છુંછાર અને અન્ય સંડોવાયેલા લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

