VIDEO: રાજકોટ મનપાએ મકાઈના લોટવાળી ૩૨ કિલો અખાદ્ય ફરાળી પેટીસનો નાશ કર્યો
સોર્સ : gstv
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ફૂડ શાખા દ્વારા શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરાયું હતું. કાર્યવાહી દરમિયાન ફરી એકવાર મકાઈના લોટથી તૈયાર કરવામાં આવેલી ફરાળી પેટીશનો જથ્થો મળી આવ્યો હતો. જૈન સ્વીટ એન્ડ નમકીનમાંથી મકાઈના લોટ મિશ્રિત 32 કિલો ફરાળી પેટીશનો નાશ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે શહેરની કુલ 44 પેઢીઓમાં તપાસ કરી હતી, જેમાંથી 17 પેઢીઓમાંથી ફરસાણના નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે 3 પેઢીઓને ગંદકી અને લાયસન્સ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 52 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે અને 3,500 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે.

