VIDEO: રાજકોટથી પંચ મહાતીર્થ દર્શન યાત્રા માટે ભારત ગૌરવ ટ્રેન રવાના: ૧૩ દિવસીય પ્રવાસનું આયોજન
સોર્સ : gstv
આઈઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ૨૯ ઓગસ્ટથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન ૧૩ દિવસીય પંચ મહાતીર્થ દર્શન યાત્રા માટે ભારત ગૌરવ ટ્રેન રાજકોટથી રવાના કરાઈ છે. આ આધ્યાત્મિક પ્રવાસમાં શ્રદ્ધાળુઓને જગન્નાથ પુરી, ગુવાહાટીનું કામાખ્યા મંદિર, ગયા, વારાણસી અને અયોધ્યા જેવા પવિત્ર ધામોના દર્શન કરાવવામાં આવશે….આ ટ્રેનમાં 2 AC, 3 AC અને સ્લીપર ક્લાસમાં મુસાફરીની સુવિધા સાથે શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ, સ્થાનિક પરિવહન, શુદ્ધ શાકાહારી ભોજન અને મુસાફરી વીમાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

