Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot Municipal Corporation declared 2.72 crore VIP cost of Jagleshwar demolition

VIDEO: રાજકોટ મનપાએ જગલેશ્વર ડિમોલેશનનો અધધ 2.72 કરોડ VIP ખર્ચ જાહેર કર્યો

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના જંગલેશ્વર ડીમોલિશનને લઈને VIP ખર્ચનો ચોંકાવનારા ખર્ચનો હિસાબ મનપાએ જાહેર કર્યો છે. રાજકોટ મનપાએ જાહેર કરેલા આંકડા મુજબ માત્ર ડીમોલિશન કામગીરી પાછળ 2 કરોડ 72 લાખ 92 હજારનો ખર્ચ થયો છે. ચોંકાવનારી વાત એ છે કે વિડિયોગ્રાફી માટે 28  લાખ, પીવાના પાણી માટે 22 લાખથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને માત્ર તેડવા મૂકવા માટે 6.69 લાખ ખર્ચો થયો. અને મંડપ સર્વિસ માટે 9.10 લાખ ચૂકવાઈ ગયા છે. એક કેમેરામેનને 2 હજાર ચૂકવાયા હોવા છતાં 4 હજારનું બિલ રજૂ થયાનો મુદ્દો પણ સામે આવ્યો હતો . સૌથી વધુ ખર્ચ JCB અને કટરનું  1 કરોડ 47 લાખ 70 હજાર થયું . તેની ચૂકવણી પણ મનપાએ કરી દીધી છે, પરંતુ JCB અને કટરનું પ્રતિ કલાક ભાડું કેટલું ચૂકવાયું તેની વિગતો આજે પણ જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ હજુ જે કાજુ કતરી વિવાદ ચાલે છે. તેનું 27 લાખનું રિફ્રેશમેન્ટ ફૂડ બિલ બાકી છે જેની તપાસ   સમિતિ કરી રહી છે. જ્યારે મેયર અગાઉ કહી ચૂક્યા છે કે જે બિલોની ચુકવણી થઈ ગઈ છે તેમાં હવે કંઈ થઈ શકે નહીં. આવા સંજોગોમાં સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચની સંપૂર્ણ પારદર્શિતા ક્યારે સામે આવશે?

App Store