VIDEO: રાજકોટમાં વરસાદ ખેંચાતાં જગતનો તાત ચિંતાતુર: ૪.૫ લાખ હેક્ટરનું ખરીફ વાવેતર જોખમમાં!
સોર્સ : gstv
રાજકોટ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં અંદાજે 4.5 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ પૂરતો વરસાદ ન પડતા પાક પર સંકટ ઊભું થયું છે. મગફળી, કપાસ, ઘાસચારો તેમજ વિવિધ શાકભાજીના પાકને સૌથી વધુ અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેતરોમાં ભેજ ઘટતા પાક સુકાવાની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ખેડૂતો આકાશ તરફ મીટ માંડી બેઠા છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર ગંભીર અસર પડી શકે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.

