VIDEO: રાજકોટ: જન્માષ્ટમી બાદ ખાદ્યતેલના ભાવમાં ભડકો
સોર્સ : gstv
રાજકોટમાં સિંગતેલના ડબ્બે રૂ.50 અને કપાસિયા તેલમાં રૂ.25નો સીધો વધારો નોંધાયો છે. આ ભાવવધારા સાથે હવે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3,050 અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2,850 પર પહોંચી ગયો છે. જન્માષ્ટમીના તહેવારો પૂર્ણ થયા હોવા છતાં વરસાદ ખેંચાતાં માર્કેટમાં મગફળી અને કપાસિયાની આવક ઘટી છે. સામે પક્ષે બજારમાં માંગ વધતાં ખાદ્યતેલોના ભાવમાં સટોડીયા તેજી જોવા મળી રહી છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

