VIDEO: રાજકોટ: ભાજપ કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા
સોર્સ : gstv
શ્રાવણ માસ પૂર્વે રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાખના બંગલા પાસે આવેલા 'વંશરાજ એન્ટરપ્રાઇઝ'માં તીનપત્તીના જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અમિતરાજ ચૌધરી સહિત ૫ શખ્સોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો છે.

