Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot: Crowd of sisters at Mamlatdar offices for Anganwadi recruitment, certificates

Rajkot: આંગણવાડીમાં ભરતી, પ્રમાણપત્ર માટે મામલતદાર કચેરીઓ ખાતે બહેનોની ભીડ

Timeછેલ્લું અપડેટ : 29 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ શહેરમાં આંગણવાડીની ભરતી પ્રક્રિયા શરુ થઈ છે. આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવશ્યક દસ્તાવેજો  અને પ્રમાણપત્રો મેળવવાની કામગીરીએ જોર પકડ્યું છે. રાજકોટના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનની મામલતદાર કચેરીઓ ખાતે રહેઠાણનો પુરાવો અને સ્થાનિક હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડ્યા છે. 

App Store

ખાસ કરીને, પશ્ચિમ ઝોનની મામલતદાર કચેરી ખાતે સવારે 8 વાગ્યાથી જ બહેનો લાંબી લાઈનો લગાવી હતી.  દક્ષિણ ઝોનની મામલતદાર કચેરી ખાતે પણ આવી જ ભીડ જોવા મળી રહી છે, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના દસ્તાવેજો સાથે પ્રમાણપત્રો મેળવવા માટે હાજર રહી હતી. આંગણવાડીની ભરતી માટે જરૂરી રહેઠાણનો પુરાવો, આધાર કાર્ડ અને સ્થાનિક પ્રમાણપત્ર જેવા દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા સ્થાનિક મામલતદાર કચેરીઓ ખાતે ઝડપથી ચાલી રહી છે.

આ અંગે રાધિકાબેન ઓઝા (સ્થાનિક રહેવાસી)એ જણાવ્યું કે, "આંગણવાડીની ભરતી એ અમારા માટે એક મોટી તક છે. આ માટે જરૂરી પ્રમાણપત્રો મેળવવા અમે સવારથી જ કચેરીઓમાં આવીએ છીએ. પ્રક્રિયા ઝડપી થઈ રહી છે, પરંતુ ભીડ ઘણી હોવાથી થોડી રાહ જોવી પડે છે."