Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Student commits suicide due to harassment by B.A. Dangar College administrators

Rajkot News: હોમિયોપેથીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, બી.એ. ડાંગર કોલેજ સંચાલકોના ત્રાસનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot News: હોમિયોપેથીના વિદ્યાર્થીએ કર્યો આપઘાત, બી.એ. ડાંગર કોલેજ સંચાલકોના ત્રાસનો આક્ષેપ
સોર્સ : google

રાજકોટ શહેરની જાણીતી બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીનો અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ કોલેજ સંચાલકોના કથિત ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

મળતી માહિતી મુજબ ધર્મેશ કળસરિયા બી.એ. ડાંગર કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પરિવારજનો અને મિત્રોનો આક્ષેપ છે કે કોલેજ સંચાલકો દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી. આ ઘટના બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોલેજ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.