VIDEO: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે માલીયાસણથી ૪ ગેરકાયદેસર હથિયારો સાથે એક શખ્સને દબોચ્યો
સોર્સ : gstv
રાજકોટમાં ગેરકાયદેસર હથિયારોની સપ્લાય ચેનલ સામે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક કાર્યવાહી કરી છે. માલીયાસણ ચોકડી નજીકથી સાયલાના 40 વર્ષીય ધીરા કુકડીયાને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી પાસેથી બે દેશી બનાવટની પિસ્તોલ અને બે તમંચા મળી આવ્યા છે. પોલીસે અંદાજે 80 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં હથિયારો અગાઉ ઝડપાયેલા છોટાઉદેપુરના રીપલા ઉર્ફે વિપુલ કાગડીયા રાઠવા મારફતે ધીરા સુધી પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ વિપુલ પાસેથી પણ ચાર હથિયાર મળી આવ્યા હતા. આમ, સમગ્ર કેસમાં અત્યાર સુધીમાં કુલ આઠ ગેરકાયદેસર હથિયાર ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રિમાન્ડ પર મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે અને સપ્લાય ચેનલની વધુ કડીઓ મેળવવા તપાસ હાથ ધરી છે

