Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Caution! Is the edible oil you eat real or poison? Huge oil scam caught in Gondal of Rajkot!

VIDEO: સાવધાન! તમે જે ખાદ્યતેલ ખાઓ છો તે અસલી છે કે ઝેર? રાજકોટના ગોંડલમાં ઝડપાયું મસમોટું તેલ કૌભાંડ!

Timeછેલ્લું અપડેટ : 18 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

બજારમાં ખાદ્યતેલના વધતા ભાવ વચ્ચે નફો કમાવવા માટે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસે લાલ આંખ કરી છે. ગોંડલ તાલુકાના ભોજપરા ગામમાં ધમધમતી ભેળસેળયુક્ત ખાદ્યતેલ બનાવવાની ફેક્ટરી પર રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા સફળ દરોડો પાડવામાં આવ્યો છે.

App Store

રાજકોટ જિલ્લાના ભોજપરા ગામે આવેલા 'મુરલીધર પ્રોટીન્સ' નામના કારખાનામાં ભેળસેળયુક્ત ખાદ્યતેલનું મોટા પાયે વેચાણ થતું હોવાની બાતમીના આધારે SOG ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફૂડ સેફ્ટી વિભાગના અધિકારીઓને સાથે રાખીને ફેક્ટરી પરિસરમાં તપાસ હાથ ધરી હતી અને શંકાસ્પદ તેલના જથ્થાના સેમ્પલ મેળવ્યા હતા. 

આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવનાર પેઢીના માલિક જયદેવ ડાંગર સામે કાયદેસરનો ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  તહેવારો અને મોંઘવારીના માહોલમાં ભેળસેળિયાઓ સામે પોલીસ અને ફૂડ સેફ્ટી વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી અખાદ્ય સામગ્રી વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.