VIDEO: રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણી બની ભાજપના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ
સોર્સ : gstv
રાજકોટ લોધિકા સહકારી સંઘની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પહેલા જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણની ચર્ચા ચાલી રહી છે. હવે આ ચૂંટણી ભાજપના બે નેતાઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અરવિંદ રૈયાણીની પણ ચેરમેન પદ પર નજર હોવાનું અને તેમને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની ચર્ચા છે. જ્યારે નિતીન ઢાંકેચા રાદડિયા જૂથના સમર્થનથી મેદાનમાં હોવાની ચર્ચા છે. 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ સહકારી ચૂંટણી મહત્વની બની છે. ભાજપના મેન્ડેટમાં કોનું વર્ચસ્વ રહેશે તેના પર સૌની નજર છે. 8 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે. 16 બેઠકોમાંથી 15 મંડળી અને 1 વ્યક્તિગત મતજૂથની બેઠક છે.

