VIDEO: ગોંડલ ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત ત્રણ દિવસીય IIMUN રાજકોટ ચેપ્ટર-2026માં ઓલમ્પિક મેડલ વિજેતા સાઇના નેહવાલે આપી પ્રેરણાદાયી મુલાકાત
ગોંડલ સ્થિત ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત IIMUN રાજકોટ ચેપ્ટર-2026નો ભવ્ય ત્રણ દિવસીય કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે નેતૃત્વ અને વૈશ્વિક મુદાઓની સમજ મેળવવાની યાદગાર સફર બની રહ્યો હતો. ગત 14 ઓગસ્ટથી શરૂ થયેલા આ પ્રતિષ્ઠિત મંચ પર સંસ્થાના 200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રારંભે ભવ્ય ઓપનિંગ સેરેમની બાદ ડબલ્યુએચઓ, આઈપીએલ અને સ્પેશિયલ સમિટ જેવી વિવિધ કમિટીઓમાં વિદ્યાર્થીઓએ વૈશ્વિક મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી ઉકેલો શોધ્યા હતા. કાર્યક્રમના આખરી દિવસે દેશના જાણીતા ઓલમ્પિક મેડલ વિજેતા ખેલાડી સાઇના નેહવાલે ખાસ હાજરી આપી હતી, જેમણે નવનિર્મિત રાધાકૃષ્ણ મંદિરની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું હતું તેમજ પોતાના જીવન સંઘર્ષની ગાથા જણાવી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. સંસ્થાના ફાઉન્ડર સંદીપ છોટાળા અને કેમ્પસ ડાયરેક્ટર દિપેન છોટાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ભવ્ય સમાપન સમારોહમાં વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

