VIDEO: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના ભોજનમાં જીવાત મળતાં હોસ્પિટલ તંત્ર સામે ઉઠ્યા સવાલો
સોર્સ : gstv
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદમાં સપડાઈ છે, જ્યાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનની થાળીમાંથી જીવાત મળી આવી હતી. જમવામાં જીવાત નીકળતા હોસ્પિટલની સ્વચ્છતા અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અફરાતફરી મચી ગઈ છે. અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલી સિવિલ હોસ્પિટલના આ લાપરવાહ તંત્ર સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

