VIDEO: રાજકોટના મુસ્લિમ વિસ્તારોમાં AAPના વિવાદાસ્પદ બેનરો લાગતા રાજકીય ગરમાવો
સોર્સ : GSTV
રાજકોટમાં મતદાનના આડે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મોડી રાત્રે શહેરના મુસ્લિમ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના બેનરો લાગતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. એક જ કોમના મતોના ધ્રુવીકરણના આશયથી લગાડવામાં આવેલા આ બેનરોને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે આ બેનરો ખરેખર પક્ષ દ્વારા લગાવાયા છે કે પછી કોઈ અન્ય શખ્સો દ્વારા રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા શહેરનો સૌહાર્દપૂર્ણ માહોલ ન બગડે તે હેતુથી વહીવટી તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી આ વિવાદાસ્પદ બેનરો હટાવી દીધા છે. હાલમાં આ ઘટના પાછળ કોનો હાથ છે તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

