VIDEO: રાજકોટના બજરંગવાડી વિસ્તારના સ્થાનિકોએ રસ્તા પર ઉતરી નેતાઓ સામે નોંધાવ્યો વિરોધ
સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જાહેરમાં પ્રચાર પૂર્ણ થઈ ગયો પરંતુ લોકો હજુ પણ પ્રાથમિક સુવિધા મુદ્દે રસ્તા પર છે..રાજકોટ બજરંગવાડી વિસ્તારના રહેવાસીઓ નેતાઓને જગાડવા રોડ પર ઉતર્યા..વોર્ડ નંબર-2ના ભાજપ નેતાઓ અને પૂર્વ કોર્પોરેટરોથી સ્થાનિકો ત્રસ્ત થતા ઢોલ નગારા અને થાળી વેલણ સાથે ઉતર્યાં,,,લોકોએ રોડ રસ્તા અને પાણી જેવા પ્રાથમિક સુવિધાઓ મામલે વિરોધ કર્યો..લોકોએ ઢોલ વગાડી જવાબદારીમાં બહેરા નેતાઓને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો..

