Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : PM Modi's shout in Rajkot: "This is the right time for Saurashtra-Kutch, the screw here has now reached the rocket!"

VIDEO: રાજકોટમાં PM મોદીનો હુંકાર: "સૌરાષ્ટ્ર-કચ્છ માટે આ જ સાચો સમય, અહીંનો સ્ક્રુ હવે રોકેટ સુધી પહોંચ્યો છે"

Timeછેલ્લું અપડેટ : 11 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : Gstv

VIDEO: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવ્યા બાદ વડાપ્રધાન સીધા રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 'રિજનલ વાયબ્રન્ટ ગુજરાત સમિટનું ભવ્ય ઉદઘાટન કર્યું હતું. આ તકે તેમણે સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકોને સંબોધતા ભારતની બદલાતી આર્થિક તસવીર રજૂ કરી હતી.

App Store

"આ સમિટ 21મી સદીની શરૂઆત છે" વડાપ્રધાને વાયબ્રન્ટ ગુજરાતની બે દસકાની યાત્રાને યાદ કરતા જણાવ્યું કે, "આ મંચ માત્ર એક સમિટ નથી, પણ 21મી સદીના ભારતના ઉદયની શરૂઆત છે. રોકાણકારો ગુજરાત આવે અને અહીંના ઉદ્યોગો વૈશ્વિક બને તેવા ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ ઈવેન્ટ હવે રિજનલ સ્તરે પહોંચી છે, કારણ કે ગુજરાતના દરેક વિસ્તારની પોતાની અલગ તાકાત છે."

સૌરાષ્ટ્ર-કચ્છનું ભાગ્ય બદલાયું ભૂતકાળને વાગોળતા PMએ કહ્યું કે, "કચ્છના ભૂકંપ બાદ સ્થિતિ એવી હતી કે લોકો ત્યાં રહેવા માંગતા નહોતા. સૌરાષ્ટ્રમાં પાણીની તંગી હતી. મેં જ્યારે મોરબી, જામનગર અને રાજકોટના ત્રિકોણને 'જાપાન' બનાવવાની વાત કરી હતી, ત્યારે લોકો મારી મજાક ઉડાવતા અને મારા વાળ ખેંચતા. આજે સૌરાષ્ટ્રના લોકોએ પોતાના પરિશ્રમથી એ ભાગ્ય બદલી નાખ્યું છે."

રાજકોટની તાકાત

સ્ક્રુથી રોકેટ સુધી રાજકોટના MSME સેક્ટરની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે, રાજકોટમાં 2.5 લાખથી વધુ લઘુ ઉદ્યોગો છે. અહીં નાનામાં નાના સ્ક્રુથી લઈને રોકેટના પાર્ટ્સ બને છે. રાજકોટની જ્વેલરી અને અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ આજે વિશ્વ વિખ્યાત છે.

ભારતની ગ્લોબલ સિદ્ધિઓ: વડાપ્રધાને તેમના સંબોધનમાં ભારતની વિકાસ કૂચના આંકડા રજૂ કર્યા:

ઈકોનોમી: ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનશે.

ઉત્પાદન: દૂધ, જેનેરિક દવાઓ અને વેક્સિન ઉત્પાદનમાં ભારત આજે દુનિયામાં નંબર-૧ છે.

ટેકનોલૉજી: રિયલ ટાઈમ UPI ટ્રાન્ઝેક્શનમાં ભારત અગ્રેસર છે. 11 વર્ષ પહેલા આપણે મોબાઈલ આયાત કરતા હતા, આજે આપણે વિશ્વના મોટા ઉત્પાદક છીએ.

સ્ટેબિલિટી: ભારતમાં રાજકીય સ્થિરતા હોવાથી વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.

"આ જ સમય છે, સાચો સમય છે" લાલ કિલ્લા પરથી આપેલા મંત્રને દોહરાવતા PM મોદીએ ઉદ્યોગકારોને આહવાન કર્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોકાણ કરવા માટે આ જ શ્રેષ્ઠ સમય છે.