VIDEO: રાજકોટના જામકંડોરણામાં પેટ્રોલ ટેન્કરમાં ભીષણ આગથી રસ્તો બંધ
સોર્સ : gstv
રાજકોટના જામકંડોરણાના કાના વડાળા ગામ પાસે પેટ્રોલ ભરેલા એક ટેન્કરમાં ભીષણ આગ લાગી છે... અકસ્માત બાદ લાગેલી આ આગની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. કોઈપણ પ્રકારની મોટી જાનહાનિ ટાળવા અને સુરક્ષાના ભાગરૂપે કાના વડાળાથી કાલાવડ તેમજ જામકંડોરણા તરફ જતા તમામ વાહન વ્યવહારના રસ્તાઓને હાલ પૂરતા સુરક્ષાના કારણોસર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા છે.

