Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Cyber fraud of Rs 55.50 lakh with Rajkot couple in the name of Mumbai Crime Branch

VIDEO: મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે રાજકોટના દંપતી સાથે રૂ. 55.50 લાખની સાયબર ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 28 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં સાયબર ઠગાઈનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પંચનાથ પ્લોટ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ દંપતીને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારી તરીકે ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ગઠિયાઓએ દંપતીને આતંકવાદ જેવા ગંભીર ગુનામાં સંડોવણીનો ભય બતાવી ધમકાવ્યા હતા. સાથે જ કોઈને જાણ ન કરવા અને ઘરની બહાર નહીં નીકળવા દબાણ કર્યું હતું. આ રીતે લગભગ એક સપ્તાહ સુધી દંપતીને ડરાવી રૂ.55.50 લાખની મરણમૂડી પડાવી લીધી હતી. ત્યારબાદ વધુ રૂ.41 લાખની માંગણી થતાં દંપતી FD તોડવાની તૈયારીમાં હતું. જોકે મુંબઈ રહેતી પુત્રીને શંકા જતા તેણે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે તાત્કાલિક ઘરે પહોંચી કાઉન્સેલિંગ કરી વધુ છેતરપિંડી અટકાવી હતી.

App Store