VIDEO: ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર: તાલુકો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ચૂંટણી પંચ સામે કડક કાર્યવાહીની માંગ
સોર્સ : gstv
ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ તથા ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીએ બે અલગ-અલગ આવેદનપત્રો પાઠવવામાં આવ્યા છે. મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્રમાં માત્ર ૨૫ થી ૩૦ ટકા જ વરસાદ નોંધાવાથી મોંઘા બિયારણો નિષ્ફળ ગયા હોવા અને પાક બળી ગયા હોવાના કારણે ઉપલેટા તાલુકાને તાકીદે દુષ્કાળગ્રસ્ત જાહેર કરી આર્થિક સહાય આપવાની માંગ કરાઈ છે. બીજી તરફ, રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે પક્ષપાતના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. કોંગ્રેસ અગ્રણીઓએ લાખો મતદારોના નામ યાદીમાંથી કમી કરવાના મુદ્દે ચૂંટણી પંચની કામગીરી સામે રોષ વ્યક્ત કરી જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા ઉગ્ર માંગ કરી છે.

