Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Patients are troubled as Jan Aushadhi Kendra remains closed in Civil

Rajkot સિવિલમાં જન ઔષધી કેન્દ્ર બંધ રહેતા દર્દીઓ પરેશાન, મોંઘી દવાઓ ખરીદવા મજબૂર

Timeછેલ્લું અપડેટ : 16 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot સિવિલમાં જન ઔષધી કેન્દ્ર બંધ રહેતા દર્દીઓ પરેશાન, મોંઘી દવાઓ ખરીદવા મજબૂર
સોર્સ : GSTV

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. હોસ્પિટલ પરિસરમાં આવેલું અને રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર છેલ્લા બે દિવસથી કોઈ પણ પૂર્વ સૂચના વગર બંધ રહેતા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

 ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ જેઓ ખાનગી મેડિકલ સ્ટોરની મોંઘી દવાઓ પરવડી શકતા નથી, તેમના માટે આ કેન્દ્ર આશીર્વાદ સમાન છે. પરંતુ છેલ્લા 48 કલાકથી કેન્દ્રના શટર ન ખુલતા દર્દીઓને નાછૂટકે બહારના ખાનગી સ્ટોરમાંથી મોંઘા ભાવે દવાઓ ખરીદવી પડી રહી છે. ત્યારે આ જન ઔષધિ કેન્દ્ર બંધ થવાને કારણે દર્દીઓમાં ભારે રોષ છે અને તેમણે આ જન ઔષધી કેન્દ્ર તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે.