VIDEO: રાજકોટ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીના સ્લમ આવાસ સોગંદનામા વિવાદમાં મનપાનું મૌન
સોર્સ : gstv
રાજકોટમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીને મળેલા સ્લમ આવાસનો મામલો વર્ષ 2015ના સોગંદનામા બાદ ફરી ચર્ચામાં આવ્યો છે.વર્ષ 2015માં આવાસ મેળવવા માટે કરાયેલા સોગંદનામામાં દક્ષાબેન વસાણીએ પોતાની માલિકીનું મકાન કે જમીન પાંચ કિલોમીટરના વિસ્તારમાં ન હોવાનું તેમજ મળનાર આવાસમાં પોતે જ રહેવાનું જણાવ્યું હતું. જોકે, આ જ વિસ્તારમાં દુકાનો અને ફ્લેટ હોવાનો દાવો સામે આવ્યો છે. સાથે જ દુકાનના બદલામાં આવાસ મળ્યું હોવાનો ઉલ્લેખ સોગંદનામામાં ન હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે મહાપાલિકા કમિશનર અને મેયરનું મૌન ચર્ચામાં છે. હવે ખોટા સોગંદનામા અંગે તંત્ર શું કાર્યવાહી કરે છે..તે જોવું રહ્યું...

