VIDEO: રાજકોટ જિલ્લામાં ઓછા વરસાદની ડેમોમાં અસર
સોર્સ : gstv
રાજકોટ જિલ્લામાં ઓછા વરસાદની અસર ડેમોમાં પણ જોવા મળી રહી છે. ડેમ સાઈડ પર અત્યાર સુધી માત્ર 15થી 16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જિલ્લામાં કુલ 27 નાના મોટા ડેમ આવેલા છે. જેમાં આજી 2, આજી 3 અને ન્યારી-2 ડેમ ઓવરફ્લો થયા છે. જ્યારે 15 ડેમોમાં 60થી 70 ટકા અને અન્ય 9 ડેમોમાં માત્ર 30થી 40 ટકા પાણીનો જથ્થો છે. ભાદર 1માં 25 ટકા, આજી-1માં 53 ટકા અને ન્યારી 1માં 50 ટકા પાણી છે. આજી 1 અને ન્યારી-1માં સૌની યોજનાથી પાણી ઠાલવવામાં આવે છે. ભાદર 2માં 78 ટકા, લાલપરીમાં 100 ટકા અને ખોડાપીપર ડેમમાં 92 ટકા પાણી છે. ગોંડલના વેરી તળાવમાં 40 ટકા પાણી છે.

