VIDEO: રાજકોટ એરપોર્ટને મળ્યા નવા ડાયરેક્ટર: ધનંજય કુમાર સંભાળશે હિરાસર એરપોર્ટનો કાર્યભાર
સોર્સ : gstv
રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા એરપોર્ટ ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી... જામનગર એરપોર્ટ પર સફળ ફરજ બજાવી રહેલા ધનંજય કુમાર આગામી ૧૩ ઓક્ટોબરના રોજ રાજકોટ એરપોર્ટના નવા ડાયરેક્ટર તરીકે સત્તાવાર રીતે ચાર્જ સંભાળશે...નવા ડાયરેક્ટર સમક્ષ આગામી સમયમાં અનેક મહત્વના પડકારો અને જવાબદારીઓ રહેશે, જેમાં પ્રવાસીઓ અને વેપારી વર્ગ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી રાજકોટથી સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાની માંગને સંતોષવી એ મુખ્ય અગ્રતા રહેશે. આ દિશામાં તેઓ કેવા નવા પગલાં ભરે છે તેના પર સૌની વિશેષ નજર રહેશે.

