Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Minor's hair pulling case in Rajkot, NHRC orders DGP to submit report within two weeks

Rajkotમાં સગીરના વાળ ખેંચવાનો મામલો, NHRCએ લીધી ગંભીર નોંધ, DGPને બે સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ

Timeછેલ્લું અપડેટ : 16 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Rajkotમાં સગીરના વાળ ખેંચવાનો મામલો, NHRCએ લીધી ગંભીર નોંધ, DGPને બે સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ
સોર્સ : gstv

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સગીર પર થયેલા અમાનુષી અત્યાચારના ગંભીર મામલે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) દ્વારા સ્વતઃ નોંધ લેવામાં આવી છે. NHRCએ ગુજરાતના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) વિકાસ સહાયને સમગ્ર મામલે બે સપ્તાહમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.

App Store

ઘટના શું હતી?

આ બનાવ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. એક 17 વર્ષીય સગીર, જે મારામારીના ગુનામાં સંડોવાયેલો હતો, તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન, પોલીસ સ્ટેશનમાં હાજર શૈલેષ નામના સફાઈકર્મી દ્વારા સગીરના જીવતા વાળ ખેંચવામાં આવ્યા હતા. આ અમાનુષી અત્યાચારનો વીડિયો પ્રદીપ ડાંગર નામના કોન્સ્ટેબલ દ્વારા ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર મામલો મીડિયા રિપોર્ટ્સમાં ચમક્યો હતો.

NHRCની કાર્યવાહી

મીડિયા રિપોર્ટ્સના આધારે NHRC દ્વારા આ ગંભીર માનવાધિકાર ભંગના મામલાની સ્વતંત્ર નોંધ લેવામાં આવી છે. કમિશને આ ઘટનાને સગીરના માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણીને રાજ્ય પોલીસ વડા પાસેથી આ અંગે જવાબ માંગ્યો છે.

DGPને આદેશ

NHRCએ DGP વિકાસ સહાયને આગામી બે સપ્તાહની અંદર સમગ્ર ઘટનાનો વિગતવાર રિપોર્ટ, જેમાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ લેવાયેલા પગલાંની માહિતી હોય, તે રજૂ કરવા માટે જણાવ્યું છે. આ મામલે પોલીસની વધુ તપાસ ચાલુ છે.

ટોપિક્સ:rajkotrajkot newsnhrcdgp