VIDEO/ Rajkot: 8 વર્ષના માસૂમ પર છેડતીનો આરોપ લગાવી શખ્સોએ પરિવાર પર કર્યો હુમલો, પિતા-પુત્ર ઈજાગ્રસ્ત
સોર્સ : GSTV
રાજકોટના ધોરાજીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 8 વર્ષના નિર્દોષ બાળક પર છેડતીનો ગંભીર આરોપ લગાવી એક પરિવાર પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ધોરાજીના મારડિયા ફળી વિસ્તારમાં બનેલી આ ઘટનામાં સપના અને મકબુલ સહિતના 7 થી 8 શખ્સોના ટોળાએ પરિવાર પર તૂટી પડી આતંક મચાવ્યો હતો.
હુમલાખોરોએ 15 વર્ષના કિશોર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, અને તેને બચાવવા વચ્ચે પડેલા પિતા ઈસ્માઈલભાઈ પર પણ હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પિતા-પુત્રને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પીડિત પરિવાર દ્વારા હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

