VIDEO: રાજકોટમાં કોંગ્રેસના આક્ષેપો સામે મેયર ડો.નેહલ શુક્લના આકરા પ્રહારો
સોર્સ : gstv
રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચ સામે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન બાદ હવે શહેર ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજીને આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. મેયર ડો.નેહલ શુક્લે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે કોંગ્રેસ માત્ર અસત્યનો સહારો લઈ રહી છે.તેમણે આક્ષેપ કર્યો કે એક કાલ્પનિક લેખને આધારે કોંગ્રેસ ચૂંટણી પંચ અને સરકાર સામે ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવી રહી છે.મેયરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સત્તા મેળવવા માટે કોંગ્રેસ હવે દેશ અને બંધારણીય સંસ્થાઓનો વિરોધ કરવા સુધી ઉતરી આવી છે, જેને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે..

