Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Two accused arrested in Rajkot bike theft case, 8 vehicles seized

VIDEO: રાજકોટમાં બાઈક ચોરીના કેસમાં બે આરોપીઓ ઝડપાયા, 8 વાહનો કબજે

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં બાઈક ચોરીના વધતા બનાવો વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. આજીડેમ અને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનામાં બાઈક ચોરીની અનેક ઘટનાઓ બની હતી. ખાસ કરીને પાનની દુકાન કે ચાની લારી પાસે વાહનની ચાવી બાઈકમાં જ રાખીને જતા લોકોના વાહનો નિશાન બનતા હતા. પોલીસ તપાસમાં ભાવનગરના હસમુખ નિમાવતે દેવું થતાં બાઈક ચોરીનો પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ચોરાયેલા બાઈક તે બોટાદના મિત્ર કુલદીપ સિંધવને આપતો હતો અને બદલામાં રૂપિયા મેળવતો હતો. પોલીસે બંને પાસેથી 8 ચોરાઉ મોપેડ અને બાઈક કબજે કર્યા છે. આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ શરૂ કરાઈ છે.

App Store