VIDEO: જામકંડોરણાના તળાવ પ્લોટમાં ગોડાઉનમાં ભીષણ આગ: લાખોનું નુકસાન, અફરાતફરી
સોર્સ : gstv
રાજકોટના જામકંડોરણાના તળાવ પ્લોટ વિસ્તારમાં આવેલા મંડપ સર્વિસના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે. આગ લાગતાની સાથે જ ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા, જેને પગલે સમગ્ર આસપાસના વિસ્તારમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ લોકોના મોટા ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે, આગ લાગવાનું સચોટ કારણ હાલ અકબંધ રહ્યું છે. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

