VIDEO: અમદાવાદના ઘુમા ગામની મુલાકાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ: તળાવ પાસે કર્યું શ્રમદાન
સોર્સ : gstv
મુખ્ય પ્રધાને ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘુમા ગામના તળાવે પહોંચીને સ્વચ્છતા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો. શ્રમદાન કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રીએ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ ચિત્રોનું નિદર્શન પણ નિહાળ્યું હતું. બાળકોની સર્જનાત્મકતા અને કળા જોઈને મુખ્યમંત્રીએ તેમની પ્રશંસા કરી હતી અને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

