VIDEO: હૈદરાબાદમાં ગણેશ વિસર્જનને લઈને વિવાદ હાઇકોર્ટ તળાવમાં ગણેશ વિસર્જન પર રોક લગાવતા વિવાદ
હૈદરાબાદમાં ગણેશ વિસર્જનને લઈને વિવાદ
હાઇકોર્ટ તળાવમાં ગણેશ વિસર્જન પર રોક લગાવતા વિવાદ
તેલંગાણાના હૈદરાબાદમાં ગણેશ મૂર્તિના વિસર્જનને લઈને વિનાયક સાગર તળાવ વિસ્તારમાં પ્રશાસન અને હિન્દુ સંગઠનના કાર્યકરો સામ સામે આવી ગયા હતા. તેલંગણા હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે હૈદરાબાદમાં તળાવમાં ગણેશનું વિસર્જન થઇ શકશે નહીં. આ કારણે ભાગ્યનગર ગણેશ ઉત્સવ સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ વિરોધ નોંધાવી ગણેશ વિસર્જન વિનાયક સાગરમાં જ કરવાની જીદ કરી હતી. હાઈકોર્ટના નિર્દેશો બાદ પ્રશાસન દ્વારા પાણીના તળાવ અને બંધ વિસ્તારમાં સીધું વિસર્જન રોકવા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વ્યવસ્થાના ભાગરૂપે વિનાયક સાગર પાસે ગણેશ મૂર્તિ લઈ જવાના સ્થળો પર લોખંડની જાળીઓ અને બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા. પ્રશાસનનો હેતુ કોર્ટના નિર્દેશોનું પાલન કરાવવાનો અને વિસર્જન માટે નિયત વ્યવસ્થાનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો. જોકે, આ લોખંડની જાળીઓને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને ગણેશ ઉત્સવ સાથે જોડાયેલા સંગઠનોમાં નારાજગી જોવા મળી હતી. VHPના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. રવિનુથલા શશિધરે આ કાર્યવાહી સામે વાંધો વ્યક્ત કર્યો હતો, જ્યારે ભાગ્યનગર ગણેશ ઉત્સવ સમિતિના સભ્ય ગોવિંદ રતિએ પણ ગણેશ મૂર્તિના પરંપરાગત વિસર્જન અંગેના હાઇકોર્ટના નિર્ણય પર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ લોખંડની જાળીઓ હટાવવાનો અને તોડવાનો પ્રયાસ કર્યો હતો
ઘટનાને પગલે વિનાયક સાગર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો અને સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. એક તરફ પ્રશાસન અને પોલીસ હાઈકોર્ટના આદેશનું પાલન કરાવવા માટે વ્યવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીજી તરફ VHP અને ગણેશ ઉત્સવ સાથે જોડાયેલા લોકોનો દાવો હતો કે ગણેશ વિસર્જન ધાર્મિક પરંપરા સાથે જોડાયેલું છે અને તેના ઝાડી તોડીને ગણેશ વિસર્જન કરવામાં આવશે,
હૈદરાબાદમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ મોટા પાયે યોજાઇ છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો અને ગણેશ મૂર્તિઓ વિસર્જન માટે નદી, તળાવ અને ડેમમાં પહોંચે છે. આ સ્થિતિમાં પ્રશાસન માટે કાયદો-વ્યવસ્થા, ભક્તોની સુરક્ષા અને કોર્ટના નિર્દેશોનું પાલન કરવું અઘરુ બની છે.
------ બ્યૂરો રિપોર્ટ , જીએસટીવી

