Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : BJP President and MPs who arrived to surround CM Revanth Reddy in Hyderabad detained!

VIDEO: હૈદરાબાદમાં વિદ્યાર્થીઓની ફી માટે CM રેવંત રેડ્ડીનો ઘેરાવ કરવા પહોંચેલા BJP અધ્યક્ષ અને સાંસદોની અટકાયત!

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તેલંગાણા રાજ્ય સચિવાલય બહાર વિદ્યાર્થીઓની પેન્ડિંગ ફી રિઇમ્બર્સમેન્ટ (ફી ભરપાઈ)ના મુદ્દે ભાજપે આક્રમક વિરોધ પ્રદર્શન શરૂ કરતાં ભારે હોબાળો મચી ગયો છે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીને આવેદનપત્ર આપવા માટે સચિવાલયમાં પ્રવેશવાની માગ કરી રહેલા તેલંગાણા ભાજપના નેતાઓ અને કાર્યકરોની પોલીસે ઘટનાસ્થળેથી અટકાયત કરી લીધી છે.

App Store

વિદ્યાર્થીઓની લાંબા સમયથી અટવાયેલી ફીની રકમ તાત્કાલિક મુક્ત કરવાની માગ સાથે ભાજપના પ્રતિનિધિમંડળે સચિવાલય તરફ કૂચ કરી હતી. નેતાઓ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવા માટે અંદર જવાની પરવાનગી માગી રહ્યા હતા. જોકે, સ્થિતિ વધુ વણસે નહીં તે માટે હૈદરાબાદ પોલીસે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી અને સચિવાલયમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા નેતાઓને રોકી લીધા હતા.

પોલીસે તેલંગાણા ભાજપ પ્રદેશ અધ્યક્ષ એન. રામચંદર રાવ, પાર્ટીના સાંસદો, ધારાસભ્યો તેમજ ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના અગ્રણી નેતાઓની અટકાયત કરી હતી અને તમામને પોલીસ વાહનોમાં બેસાડીને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ભાજપ કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઝપાઝપી અને નારેબાજી પણ જોવા મળી હતી.

ભાજપ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી રહી છે અને તેમની વાજબી માગણીઓ સાંભળવાને બદલે પોલીસ બળનો ઉપયોગ કરી અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સચિવાલય બહાર થયેલી આ અટકાયત બાદ તેલંગાણાના રાજકારણમાં કોંગ્રેસ સરકાર અને ભાજપ વચ્ચે ગરમાવો વધી ગયો છે.