VIDEO: ગુંદાળા ચોકડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ: ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે
સોર્સ : gstv
ગોંડલની ગુંદાળા ચોકડી નજીક આવેલા એક ટાયરના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભબકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ગોંડલ નગરપાલિકાના ૩ ફાયર ફાઈટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા ભારે મથામણ શરૂ કરી હતી. ટાયરનો જથ્થો હોવાને કારણે આગે ક્ષણવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે આકાશમાં કાળા ડિબંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ આ દર્દનાક દુર્ઘટનામાં ગોડાઉનમાં રાખેલ લાખો રૂપિયાનો માલસામાન બળીને ખાખ થઈ જતાં ભારે નુકસાની થયાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા હાલ આગ બુઝાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

