Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Major operation in Jasdan, quantity of Gogo smoking cones and rolling papers seized

Rajkot: જસદણમાં મોટી કાર્યવાહી,ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જથ્થો ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા 'નશામુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત જસદણ શહેરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિત નશીલા પદાર્થોના સેવન માટે વપરાતા સાધનોનું વેચાણ કરતા એક પાનના ગલ્લા પર દરોડો પાડી પોલીસે મુદ્દામાલ સાથે સંચાલકની અટકાયત કરી છે.

App Store

જસદણ નવા બસ સ્ટેન્ડ પાસે આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્સમાં બ્લુ સ્ટાર નામનો પાનનો ગલ્લો આવેલો છે. SOG પોલીસને બાતમી મળી હતી કે અહીં નશા માટે વપરાતા સાધનોનું ગેરકાયદે વેચાણ થાય છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ગલ્લામાંથી મોટી સંખ્યામાં ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો જથ્થો મળી આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ઝેરી તત્વો ધરાવતા સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આ સાધનોનો ઉપયોગ નશીલા દ્રવ્યોના સેવન માટે કરવામાં આવતો હોવાથી સરકારે તેના ખુલ્લા વેચાણ પર કડક પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં, નિયમોનું ઉલ્લંઘન કરી આ ગલ્લા પર તેનું વેચાણ થતું હતું.

પોલીસે ગલ્લા માલિક શાહનવાજ ઉર્ફે સાનુ હારૂનભાઇ આકબાણીની ₹2,065ના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે.પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરી સરકારી જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.