Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Major Action of Municipal Health Department in Rajkot: Destruction of 662 Kg of Inedible Stock, Sample Failure of Spices

VIDEO: રાજકોટમાં મનપા આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી: 662 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, મસાલાના સેમ્પલ ફેલ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં ભેળસેળયુક્ત મસાલાનું વેચાણ કરતા વેપારીઓ સામે મનપાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ 48 પેઢીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સઘન કામગીરી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક એવો 662 કિલો અખાદ્ય, વાસી તેમજ એક્સપાયરી ડેટ વાળા મસાલાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સ્ટોરેજ, લાઇસન્સ અને અસ્વચ્છતા મુદ્દે 9 પેઢીઓને નોટિસ ફટકારીને 20 હજારનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાયેલા નમૂનામાંથી શ્રીનાથજી ટ્રેડર્સના લાલ મરચાં પાવડર અને ધાણાજીરુંના સેમ્પલ ફેલ સાબિત થયા છે.  

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati Newsrajkot