VIDEO: જેતપુર પીજીવીસીએલ મટીરિયલ કૌભાંડ: ગુજરાત હાઈકોર્ટે ડેપ્યુટી ઇજનેર અને ટેકનિકલ અધિકારીના આગોતરા જામીન મંજૂર કર્યા
સોર્સ : gstv
રાજકોટના જેતપુરમાં ઇલેક્ટ્રિકલ મટીરિયલના કથિત બારોબાર વેચાણ અને કૌભાંડ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં ગુજરાત હાઈકોર્ટે આરોપીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટે ડેપ્યુટી ઇજનેર જીગ્નેશ વેલેરા અને ટેકનિકલ અધિકારી ઇબ્રાહિમ ગરણના આગોતરા જામીન મંજૂર કર્યા છે….આ કેસમાં ડેપ્યુટી ઇજનેર, ટેકનિકલ અધિકારી, કોન્ટ્રાક્ટર, સુપરિન્ટેન્ડેન્ટ ઑફ એકાઉન્ટ્સ અને જુનિયર ઇજનેર સ્ટોર સહિતના અધિકારીઓના નામ સામેલ છે. સુનાવણી દરમિયાન કોર્ટે અવલોકન કર્યું હતું કે માત્ર એફઆઈઆરમાં નામ હોવાના આધારે આરોપીની સંડોવણી સાબિત થતી નથી. સબડિવિઝનમાંથી બહાર ગયેલું મટીરિયલ પરત આવ્યા બાદ એક અઠવાડિયા પછી તપાસ કરીને એફઆઈઆર નોંધવામાં આવી હોવાની બાબતને ધ્યાનમાં રાખીને અદાલતે આ રાહત આપી છે.

