VIDEO: પાવીજેતપુરમાં વનકુટિર-ચલામલી માર્ગનું કામ અધૂરું રહેતાં ભારે હાલાકી, તાત્કાલિક સમારકામની માગ
સોર્સ : gstv
છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકામાં વનકુટિરથી ચલામલી તરફ જતો મુખ્ય માર્ગ ચોમાસા પહેલાં કામ શરૂ કર્યા બાદ અધૂરો છોડી દેવાતાં બિસ્માર બન્યો છે. સેવાસદન તરફ જતા આ રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ અને ધૂળની ડમરીઓને કારણે વાહનચાલકો તથા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બાઇકચાલકો અકસ્માતનો ભય અને શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. ઈમરજન્સી સમયે કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી કોની, તેવો સવાલ ઉઠાવી સ્થાનિકોએ તંત્ર પાસે માર્ગનું અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરવાની માંગ કરી છે.

