Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : IT department raids CA Pranab Shah's office

Rajkot: સીએ પ્રણવ શાહની ઓફિસમાં આઈટી વિભાગના દરોડા, બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 05 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં ચાર્ટર એકાઉન્ટર પ્રણવ શાહની ઓફિસમાં આઈટીએ દરોડા પાડ્યા છે.  રાજકોટ શહેરના ઢેબર રોડ ઉપર આવેલી સન આર્કેડ કોમ્પલેક્સમાં સીએ પ્રણવ શાહની ઓફિસ આવેલી છે. રાજકીય પાર્ટીઓને ફન્ડ આપવાને લઈને પટણા,ગાંધીધામ અને રાજકોટના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.  

App Store

દેશભરમાં બોગસ રાજકીય પાર્ટીઓને ડોનેશન આપી ટેક્સની ચોરી કરવામાં આવ રહી હોવાનો આક્ષેપ લાગ્યો છે. બોગસ રાજકીય પાર્ટીને રાજકોટની એક પેઢીએ રૂ.200 કરોડનું ડોનેશન પણ આપ્યું હોવાનો ખુલાસો થયો હતો. છેલ્લા ચાર દિવસથી રાજકોટના સીએ પ્રણવ શાહની ઓફિસમાં આઈકર વિભાગ તપાસ કરી રહી છે.  તપાસ દરમિયાન અનેક શંકાસ્પદ દસ્તાવેજો અને વ્યવહારો મળી આવ્યા છે. 

સીએ પ્રણવ શાહે ત્યારે આ મામલે કહ્યું હતું કે, 200 કરોડના ડોનેશન આપવાની વાત ખોટી છે. તેમણે કહ્યું કે, આઈટી વિભાગે તેમને કહ્યું કે તમે ફક્ત ઓડિટ કરેલું છે. તેમણે 2023-24માં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કરેલું હતું, બાદમાં તેમને ખબર પડી કે, આમ જનમત પાર્ટી બોગસ હતી અને તેનું ડોનેશન પટણાથી આવ્યું હતું. જેને લઈને પટણાના અધિકારીઓ તપાસ માટે આવ્યા હતા. આઈટીના અધિકારીઓએ સર્ચ પૂરું કર્યું,અમને રીલીવ કર્યા છે. તેમણે કહ્યું કે તેમની ઓફિસમાંથી કોઈ 200 કરોડનું દાન અપાયું નથી.