VIDEO: ગોંડલમાં ધાર્મિક કાર્યક્રમ અને ડ્રો ટિકિટના નામે છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો
સોર્સ : gstv
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગ્રામ્ય એલસીબીએ ધાર્મિકતાના નામે લોકોને લોભામણી સ્કીમમાં ફસાવવાના કિસ્સામાં કાર્યવાહી કરી છે. કૈલાસ બાગ સોસાયટીમાં રહેતા રોહિત પોપટભાઈ સોજીત્રાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી દ્વારા ધાર્મિક કાર્યક્રમોના નામે ડ્રો ટિકિટ છપાવી લોકોને આકર્ષક ઇનામોની લાલચ આપવામાં આવતી હોવાનો આરોપ છે. નોંધનીય છે કે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ધાર્મિક અને સામાજિક સ્કીમોના નામે લોકોને છેતરવાના બનાવો સામે આવતા રહે છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

