VIDEO: Rajkot / બેફામ ટ્રકે બાઇકને અડફેટે લીધી; અકસ્માતમાં મહિલાનું કરુણ મોત
સોર્સ : gstv
રાજકોટ શહેરના જામટાવર ચોક ખાતે આજે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત થયું છે. માહિતી મુજબ શહેનાઝબેન દલ પોતાના પુત્ર સાથે બાઇક પર જઈ રહ્યા હતા, ત્યારે બાબુભાઈ ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે શહેનાઝબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જ્યારે તેમના પુત્રનો બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. મૃતક શહેનાઝબેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. પોલીસે ટ્રકને કબ્જે લઈ ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી સાથે અકસ્માતના કારણોની તપાસ હાથ ધરી છે.

