Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Nath of the world went on a pilgrimage in Rajkot, a 26 km long chariot procession was attended by a large number of devotees.

VIDEO: Rajkotમાં નગરચર્યાએ નીકળ્યા જગતના નાથ, 26 કિલોમીટર લાંબી રથયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 16 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આજે હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો પર્વ એટલે કે અષાઢી બીજનો પાવન દિવસ છે. આજના દિવસે દેશભરમાં ઠેર-ઠેર ઉજવણીઓ થાય છે અને રથયાત્રાઓ નીકળે છે, ત્યારે રાજકોટમાં પણ અષાઢી બીજના પાવન પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય 19મી રથયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નીકળી હતી. શહેરના મોકાજી સર્કલ ખાતે આવેલા જગન્નાથ મંદિરથી આ રથયાત્રાનો વિધિવત પ્રારંભ થયો હતો. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન તથા આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ પર 'જય જગન્નાથ'ના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. પરંપરાગત વાદ્યો, ભજન-કીર્તન અને ભવ્ય શોભાયાત્રાએ સૌના મન મોહી લીધાં હતાં. અંદાજે ૨૬ કિલોમીટર લાંબી આ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જ્યાં ભક્તોએ મહાપ્રભુનું ઉષ્માભેર સ્વાગત કરીને ધન્યતા અનુભવી હતી.

App Store